Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય
પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય
પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય
Ebook243 pages2 hours

પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

"પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય" નવલકથા આજની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોરર નવલકથા છે. નવકથાકાર અંકિત ચૌધરી 'શિવ' દ્વારા કાળો વર્ણ લઈને જન્મેલી શ્યામાના જીવનમાં ડગલે ને પગલે ઊભી થતી મુસીબતોનું આલેખન છે. શ્યામા સાથે બાળપણથી લઈને તેના મૃત્યુ સુધી તેના વર્ણને લઈને તેનું ડગલે ને પગલે અપમાન અને તિરસ્કાર કરવામાં આવે છે. તેના મૃત્યુ બાદ પણ તેને ન્યાય માટે ઝઝૂમવું પડે છે. તો શ્યામાને ન્યાય મળશે? તેના મૃત્યુનું શું કારણ હતું? તેને ન્યાય અપાવવા માટે કોઈ ફરિસ્તો આવ્યો કે નહિ? આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચો નવલકથા "પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય..."પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય" નવલકથા આજની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોરર નવલકથા છે. નવકથાકાર અંકિત ચૌધરી 'શિવ' દ્વારા કાળો વર્ણ લઈને જન્મેલી શ્યામાના જીવનમાં ડગલે ને પગલે ઊભી થતી મુસીબતોનું આલેખન છે. શ્યામા સાથે બાળપણથી લઈને તેના મૃત્યુ સુધી તેના વર્ણને લઈને ડગલેને પગલે અપમાન અને તિરસ્કાર કરવામાં આવે છે. તેના મૃત્યુ બાદ પણ તેને ન્યાય માટે ઝઝૂમવું પડે છે. તો શ્યામાને ન્યાય મળશે. તેના મૃત્યુનું શું કારણ હતું? તેને ન્યાય અપાવવા માટે કોઈ ફરિસ્તો આવ્યો કે નહિ? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચો નવલકથા 'પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય"...

Languageગુજરાતી
Release dateJun 23, 2024
ISBN9798227350787
પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય

Read more from Ankit Chaudhary Shiv

Related to પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય

Related ebooks

Related categories

Reviews for પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય - Ankit Chaudhary shiv

    પ્રસ્તાવના

    'અંકિત ચૌધરી' જે સાહિત્ય જગતમાં 'શિવ'ના ઉપનામથી લખે છે અને પોતાની કલમ અને 'શિવ' નામ જેવા જ ગુણોથી વાચકોમાં આગવું સ્થાન ધરાવે છે. આજે અંકિત ચૌધરી 'શિવ' ની પ્રકાશિત થવા જઈ રહેલી  રહસ્ય અને રોમાંચથી ભરપૂર એકદમ નવા વિષય વસ્તુ સાથેની નવલકથા 'પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય' ની પ્રસ્તાવના લખવાના નિમિત્તે મને આખી નવલકથા ધ્યાનથી વાંચી જવાનો સુયોગ પ્રાપ્ત થયો.

    મારી અને અંકિત વચ્ચે મા દીકરા જેવો ગાઢ સંબંધ છે, એટલે તેની કલમથી હું પરિચિત જ છું. તેની કલમ અને તેની નવલકથાઓના લાખો ચાહકો છે. નવલકથામાં તો પાણીના રેલાની જેમ, જેની કલમ વહેતી રહે છે એવા અંકિત ચૌધરી શિવની કસાયેલી કલમે લખાયેલી નવલકથા એટલે ‘પ્રેમ પ્રપંચ- કાળીનું રહસ્ય.’

    નવલકથાના નામમાં જ ઘણું બધું આવી જાય છે. પ્રેમ, પ્રપંચ, રહસ્ય તો છે જ અને કાળી એ  આ નવલકથાની મુખ્ય નાયિકા. જે એક દીકરીનું નામ છે, જેને જન્મથી શ્યામ રંગ મળેલો છે, એ માટે તેને ભોગવવી પડતી પીડા, તેની હત્યા અને તેનું રહસ્ય... આ બધું જ છે. આજનાં વાચકને ખૂબ જ ગમે તેવું છે અને આટલા બધા વિષયોને વાર્તા સ્વરૂપે સંક્ષેપમાં, આટલી સરસ અને સૂક્ષ્મ રીતે માવજતપૂર્વક આલેખવા માટે અંકિતને ધન્યવાદ ઘટે છે.

    અંકિતે ખૂબ જ નાની ઉંમરમાં પણ વર્ષો પહેલાં થતા રંગભેદ, જાતિભેદ, જો કે હજુ પણ ક્યાંક ને ક્યાંક તો જોવા મળી જ જાય છે એ ઉપર દિલને હચમચાવતું વર્ણન કરેલ છે. આ ઉપરાંત આજકાલની કોલેજ લાઇફ, કોલેજ પ્રવેશના પ્રથમ દિવસે થતું રેગિંગ, પ્રેમ, નફરત, ઈર્ષા જેવી  કેટલીય બાબતોને આ નવલકથામાં સમાવી છે. જે દરેક વાચકોને અંત સુધી જકડી રાખશે.

    ‘પ્રેમ પ્રપંચ -કાળીનું રહસ્ય’ એ નવલકથામાં નાયિકા કાળી ઉર્ફે શ્યામાને તેના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી, અરે, ના ફકત મૃત્યુ સુધી પણ તે પછી પણ તેના હત્યારાને ન્યાય અપાવવા માટે ઝઝૂમતી એક આત્માની હૃદયદ્રાવક કહાણી છે, જે વાંચવાથી ભલભલા કઠણ કાળજાના માણસનું પણ હૃદય પીગળી જાય અને આંખ ભીંજાય જાય. આ નવલકથા વાંચતા હું કેટલીય વાર રડી પડી હતી તે એક બળુકી કલમની અસર કહેવાય.

    ‘પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય’ નવલકથાની શરૂઆત જ શ્યામના મંદિરથી થાય છે જ્યાં શ્યામા તેના આરાધ્યદેવ શ્યામ પાસે પોતાના  રંગ બાબતે ફરિયાદ કરતી હોય છે તેની ફરિયાદ પણ એ જ છે કે, ‘હે શ્યામ! તારો અને મારો કલર સરખો છે તો મારી સાથે આ ભેદભાવ કેમ?’ લોકોને શ્યામ કલર સાથે આટલી બધી નફરત કેમ છે? શું શ્યામ કલરની પાછળ તેના બધાં જ ગુણો છુપાય જાય? શ્યામાને ના ફક્ત તેના રંગ માટે પરંતુ તે દીકરી તરીકે જન્મી તે પણ જાણે તેનો ગુનો હોય તેમ તેના દાદીમાએ તેને જન્મથી જ  ધુત્કારી કાઢી હતી. આ જમાનામાં પણ દીકરા દીકરી પ્રત્યે ભેદભાવ! વારસદાર પ્રત્યે આટલો મોહ કે વારસદારના મોહમાં એક જનેતા તેના પોતાના પુત્ર એટલે કે વારસદારને પણ ઘરમાંથી કાઢી મૂકે છે!

    શ્યામા તેના મમ્મી-પપ્પાની લાડકી દીકરી છે પરંતુ તેના પપ્પાને પણ ખબર છે કે તેને તેના રંગને લીધે ખૂબ સહન કરવું પડશે એટલે તે તેને નાનપણથી જ માનસિક રીતે તૈયાર કરે છે. તેનું નામ તો શ્યામા હતું પણ તેને સૌ કાળી કહીને જ  બોલાવતાં. કોઈ તેની સાથે રમવા કે તેના હાથનો પ્રસાદ લેવા પણ રાજી નથી. નિશાળમાં વિદ્યાર્થીઓ તો તેની સાથે ભેદભાવ રાખે જ છે  પણ હદ તો ત્યારે થાય છે કે સ્કૂલના શિક્ષકો પણ તેની સાથે ભેદભાવ કરે છે. છતાં પણ તે તેના પપ્પાની હિંમત સાથે બધાનો સામનો કરે છે અને કોલેજમાં આવે છે.

    કોલેજમાં પ્રથમ દિવસે જ તેની મુલાકાત પ્રણવ સાથે થાય છે અને પ્રણવ તેની આંખોમાં જોતાં જ તેના પ્રેમમાં પડી જાય છે. તે શ્યામાને ચેતવે છે. શ્યામા સાથે ખૂબ ખરાબ રીતે રેગિંગ થાય છે.  તેના વર્ગની જ બે છોકરીઓ દ્વારા તેનું રેગિંગ થાય છે. તેઓ વિકૃત માનસિક આનંદ લેવા ખાતર જ શ્યામના લગ્ન તેની સાથે જ કોલેજમાં નવા આવેલા એકદમ બબૂચક જેવા શ્યામ સાથે  કરાવવાનું ગોઠવે છે. ત્યારે અંત સમયે પ્રણવ આવી બચાવી લે છે.

    ચાર્મી અને યામિનીને રેગિંગ કરવા બદલ જેલની સજા થાય છે અને એ જેલવાસ દરમિયાન જ તે બંને નક્કી કરે છે કે તે આનો બદલો શ્યામા સાથે અવશ્ય લેશે. બંને જેલમાંથી છૂટીને આવે છે, ત્યારે તેમને કોલેજમાંથી બરતરફ કરેલ હોય છે. આથી ગુસ્સામાં જ બંને શ્યામાને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કરે છે. 

    બીજી તરફ શ્યામા અને પ્રણવ એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં હોય છે. આ જાણીને બંને ઈર્ષાથી સળગી ઊઠે છે. પ્રણવ અને શ્યામા જે રેસ્ટોરન્ટમાં આવે છે  તેના વેઈટરને ફોડીને બંનેને નશાયુક્ત જ્યુસ પીવડાવવામાં સફળ થાય છે. શ્યામા પર બેહોશીની હાલતમાં જ ખૂબ ખરાબ રીતે રેપ થાય છે અને તેને બચાવનાર પ્રણવ પણ તેનો ભોગ બને છે. ગભરાઈને રેપિસ્ટ  શ્યામાની હત્યા કરી નાખે છે. પ્રણવ તેનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે. શ્યામા આત્મા સ્વરૂપે તેના હત્યારાને સજા અપાવવા ભટકે છે. ત્યાં તેની મુલાકાત 'શિવ' સાથે થાય છે.

    "શિવ' તો શ્યામાને શ્યામા જ સમજતો હતો પરંતુ જ્યારે તે તેના ઘરે આવે છે, ત્યારે તેને શ્યામાની દર્દનાક હકીકતની જાણ થાય છે. તે શ્યામના ઘરે એક પુસ્તક જુએ છે જેનું નામ હોય છે ‘પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય.’ અને તેના લેખકનું નામ વાંચીને તો તે ચોંકી જ જાય છે, કેમ કે લેખક તરીકે તેનું જ નામ પુસ્તક પર અંકાયેલું હોય છે! જે તેણે તો લખ્યું પણ ન્હોતું! શ્યામાની આત્માની વાત સાંભળી તે પહેલાં તો ડરી જાય છે, પરંતુ તેને શ્યામા સાથે બહેન જેવો ભાવ ઉત્પન્ન થતાં તે શ્યામાના હત્યારાને શોધવા માટે તૈયાર થઈ જાય છે.

    તે કેવી રીતે હત્યારા સુધી પહોંચે છે? હત્યારો કોણ છે? તેને શું સજા થાય છે? પછી શ્યામની આત્મા અને પ્રણવનું શું થયું? આ બધું જાણવાની ઈચ્છા થઈ ગઈ ને? પરંતુ હું તમને નહિ જણાવું એ માટે તો તમારે ‘પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય’ નવલકથા વાંચવી જ રહી.

    આજથી બે વર્ષ પહેલાં શ્યામાના ઘરે જોયેલું પુસ્તક આજે ‘પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય’ નવલકથા વાસ્તવિક સ્વરૂપે લેખક શ્રી અંકિત ચૌધરી શિવ ના નામે પ્રકાશિત થવા જઈ રહ્યું છે.

    અંકિતની અનેક નવલકથાઓ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે, ત્યારે કલગીમાં છોગા સમાન ‘પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય’ નવલકથા વાચકોને જરૂર પસંદ પડશે અને તેને બહોળા પ્રમાણમાં આવકારાશે, તેમાં તો શંકાને કોઈ સ્થાન નથી. અંકિતની કલમ બસ આમ જ ચાલતી રહે અને નવાં નવાં વિષયો સાથેની વાર્તાઓ, નવલકથાઓ વાંચકોને અવિરત આપતો રહે એ જ શુભેચ્છા.

    -ભારતી ભંડેરી અંશુ, અમદાવાદ.

    શુભેચ્છા સંદેશ

    યુવા લેખક અને પ્રકાશક, અંકિત ચૌધરી ‘શિવ’ લિખિત નવલકથા પ્રેમ પ્રપંચ – કાળીનું રહસ્ય આજે પુસ્તક રૂપે સાકાર થઈ રહી છે. સમાજમાં રંગભેદ, નાતજાતના ભેદથી પણ વધુ વિકરાળ હોય છે. આ વિષયને ઉજાગર કરતી આ નવલકથામાં ઘેરૂં રહસ્ય ઘૂંટવામાં આવ્યું છે. કાળા-ગોરા, નાતજાત, અમીર-ગરીબ, બળવાન અને અશક્ત એવાં અનેક વર્ગોમાં વહેંચાયેલો આપણો સમાજ, સાચા અર્થમાં તો અંદરથી વહેરાતો હોય છે. આ બધાંજ ભેદભાવ શૈશવકાળથી જોઈને કે સહીને આવનારી પેઢી ઉછરે છે અને એનાં થકી સુષુપ્ત મનોગ્રંથીઓ બાળપણથી જ મનમાં ઘર કરી જાય છે. આ જ કારણોસર ક્યાંક શોષણકર્તા તો ક્યાંક શોષિતોનો વર્ગ પેદા થાય છે અને આથી જ સામાજિક સૌહાર્દ, સમાનતા અને સહનશીલતા જોખમાય છે. આ જ સામાજિક સંદેશો પ્રેમ પ્રપંચ – કાળીનું રહસ્ય નવલકથાના કથાવસ્તુના કેન્દ્રમાં છે. અંકિત ઉર્ફે શિવની કલમ ઉત્તરોત્તર ઉર્ધ્વગામી બને એવી જ શુભેચ્છા.

    જયશ્રી મરચંટ

    ધરા અવતરણ શુભેચ્છા

    ધરતી એક એવી યજ્ઞવેદી છે, જ્યાં સતત સમયની આહુતિ અપાય છે અને વિવિધ સફળતાનાં ફળ ઉતરતાં રહે છે. તેમાંએ કોરોના કાળમાં તે યજ્ઞવેદી પાવન થઈ, જેમાં તે રોગના તાંડવને બાદ કરતાં ચારેકોર પ્રકૃતિ લયબદ્ધ નૃત્ય કરી રહી હતી અને જીવ સૃષ્ટિ આનંદપૂર્વક તે માણી રહી હતી! માનવીને માનવની અને જિંદગીની કિંમત સમજાઈ ગઈ હતી! તે કાળ દરમિયાન હું ચર્નીરોડ જેવા ગીચ વિસ્તારમાંથી નેરુળ જેવા અજાણ્યા વિસ્તારમાં રહેવા આવી અને થયું એકલતા કોરી ખાશે પરંતુ થયું કંઈક વિપરીત! whatsapp ના માધ્યમથી સાહિત્યના કુંડમાં ડુબકી ખાવા મળી અને ડુબકી મારતાં એક અનેરૂં મોતી પણ લાધ્યું!

    હા કલમનો કસબ બતાવતાં કંઈક લેખક, લેખિકાઓ સાથે હોડ કરતાં સર્ટીફીકેટ અને ટ્રોફીઓ મેળવી પણ તેનાથી પણ અદકેરું એક પુત્ર રત્ન પ્રાપ્ત થયું! તે જ સમયે દાદી પણ બની! નવાઈ લાગે છે ને પુત્ર રત્ન અને પૌત્ર રત્ન સાથે કેવી રીતે મળ્યા? એ જ તો ઈશ્વરની અનંત કૃપા અને લીલા છે! દરેક માતા-પિતા ઇચ્છતાં હોય છે કે પુત્ર અમારા જેવો બને પણ તે તો જે નિયતિએ લખ્યું હોય તે પ્રમાણે જ થાય, પરંતુ મને તો મારી કલમનો વારસદાર એવો લેખક, આર.જે, પ્રકાશક, ગ્રાફિક ડિઝાઇનર અને તેનાથી પણ પર એક પ્રેમાળ સૌને સાથે લઈ ચાલનાર અંકિત મળી ગયો! જે મારા અંતરમાં એવો અંકિત થઈ ગયો કે એક લેખિકા તરીકે અંતરને પરિતૃપ્તિ થઈ ગઈ‌. એવા પ્રેમાળ પુત્રના ધરાવતરણ દિન નિમિત્તે અંતરમાં ભાવો ઉમટી રહ્યા છે ને શબ્દો સૂઝી રહ્યા નથી પણ વિચારું છું કે ક્યાંથી શરૂઆત કરું?

    એક કૃષિપુત્ર હોવા છતાં  કલમનો કસબ અજમાવી, ભેદી, ગહન અને પૌરાણિક કથાઓને વણી લઈ ૨૫ કરતાં વધુ નવલકથાઓનું સર્જન કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા, તદુપરાંત નવલિકા, વાર્તા, કાવ્યો તો ખરાં જ! સાથે સાથે શેરચેટનો શેર બની  ઉત્તમ રીતે હોસ્ટિંગ કરી, દ્રોણાચાર્ય, ટોપ પ્રેઝન્ટર ચેમ્પિયન જેવા વિવિધ ક્ષેત્રના 9 એવોર્ડ પ્રાપ્ત કર્યા! સૌને હાથ પકડી આગળ લઈ જવામાં માને છે. મને પણ મિસ શેરચેટ અને ટેલેન્ટ સંગ્રામમાં વિજેતા બનાવી છે.

    એક પ્રેમાળ નિર્મોહી પરિવારનો લાડકો બની બેઠેલો આવો દીકરો કઈ માને વહાલો ન લાગે? મને અને ભારતીમાને જે આટલો સ્નેહ અને માન આપે છે, તો હેમીબહેનને કેટલી સેવા અને પ્રેમ આપતો હશે! આવો હોનાહાર ને પરોપકારી પુત્ર પામી કઈ માતાનું હૈયુ ગજગજ ન ફૂલે? તેના અવાજના જાદુથી તેણે સૌને મોહિત કર્યા છે, જેને લીધે અકબર મોમીન જેવા ચિત્રકારે તેના અવાજને પોતાના દરેક ચિત્રને અપાવ્યો છે અને તેનું પેઇન્ટિંગ બનાવી જન્મદિને ભેટ ધર્યું છે! ત્યારે એમ થાય કે જેની સાથે એક મુલાકાત પણ નથી થઈ, તેના પર અંતર આટલું વરસે છે તે મળશે ક્યારે?? આ ઇંતજાર મનને વધુ નજીક લાવે છે એવી જ કંઈક તરસ આ અંતરને તરસાવી રહી છે અને તે તરસ શબ્દ બની વરસી રહી છે!

    ઈશ્વર તેના ગુણોનો ગુણાકાર કરે

    દુઃખોની બાદબાકી કરે

    સુખનો સરવાળો કરે

    અને વિપત્તિઓનો ભાગાકાર કરે!

    તેના મધુર દાંપત્યજીવનને સુખ અને સમૃદ્ધિથી છલકાવી તેને તંદુરસ્ત દીર્ઘાયુ બક્ષે. આવા પનોતાં પુત્રને જન્મદિને અંતર આશીર્વાદથી ન ઉભરાય તો જ નવાઈ! તેની લેખન યાત્રા અનંતને ઓવારે પહોંચી તેને શબ્દોનો કુબેર બનાવે, શબ્દકર્મા બની તે કીર્તિનાં કોટડા ચણે અને તેના કાંગરા પર સફળતાના મોરલા ટહુક્યા કરે તેવા આશીર્વાદ અંતરથી નીકળી જાય છે! એક કૃષિપુત્ર જ્યારે શબ્દોના વાવેતર કરે ત્યારે રચનાઓના ફુલડાથી મહેકતું ઉદ્યાન જરૂર બનાવે બસ તે બાગની સુવાસ ને તેના પ્રકાશનનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય અને તેની પ્રસિધ્ધિના તારલા આભનો ચંદરવો બની ઈશ્વર તેને સદૈવ પ્રગતિને પંથે પ્રયાણ કરાવે તેવી શુભકામના અને શુભ આશિષ.

    ડૉ. નારદી જગદીશચંદ્ર પારેખ નંદીના સુભાષિશ

    ૦૧) કાળી કે આત્મા?

    કાન્હાજીના મંદિર પાસે બેસીને એક છોકરી ખૂબ જ રડી રહી હતી. મંદિર ખૂબ ભવ્ય અને શાનદાર હતું! તેને જોતાં જ એની સાથે લગાવ થઈ જાય એવું હતું, એટલે આ રડી રહેલી છોકરી ઉપર કોઈની નજર નહોતી જતી. આમ તો એના કપડાં જોઈને લાગતું હતું કે મોટા ઘરની યુવતી હશે! દેખાવે પણ ખૂબ સુંદર હશે પણ જ્યારે એની પાસે જઈને મેં એને પૂછવાની કોશિશ કરી ત્યારે મારી સામે જે સચ્ચાઈ આવી, તે જોઈને એક પળ માટે તો મારી આંખો આંસુથી છલોછલ ભરાઈ ગઈ!

    ખરેખરમાં મારી ધારણા એકદમ

    Enjoying the preview?
    Page 1 of 1